ધી સુરત ડિસ્ટ્રીકટ મુસ્લિમ એજ્યુકેશન સોસાયટી સંચાલિત “શાળાઓની પ્રગતિમાં સ્માર્ટ કલાસ”:

મુસ્લિમ કૌમનાં શૈક્ષણિક ઉધ્ધાર માટે શું થઈ શકે? વારંવાર તેની ચર્ચા થાય છે. પરંતુ કેળવણી ક્ષેત્રે મુસ્લિમોની પ્રગતિ માટે 'એકશન પ્લાન' ઘડવામાં આવતા નથી. અન્ય કૌમની સરખામણીમાં મુસ્લિમો ખાસ કરીને અભ્યાસનાં ક્ષેત્રમાં ખુબ જ પાછળ છે.આજ કૌમનાં બાળકો ઉચ્ચ અભ્યાસ કરી શકે તે માટેનો એકશન પ્લાન એટલે “સ્માર્ટ કલાસ”

સ્માર્ટ કલાસ:
સ્માર્ટ કલાસ દ્દશ્ય-શ્રાવ્ય પધ્ધતિ જેમાં વિદ્યાર્થીઓ સામે શિક્ષકોને નવા પડકારોનો સામનો કરવા માટે મદદરૂપ થાય છે અને વિઘાર્થીઓની કાર્ય કરવાની શક્તિ, સમજણશક્તિ અને પ્રગતિમાં વઘારો કરે છે. “સ્માર્ટ કલાસ” એ વિદ્યાર્થીઓને શીખવવા માટેની એક અનોખી અસરકારક વિશિષ્ઠ પધ્ધતિ છે. શિક્ષણની એક નવી આઘુનિક સોચ છે.

સ્માર્ટ ક્લાસની જરૂરીયાત:
  • આપણી શિક્ષણ પદ્ધતિ ઓનલાઈન એજયુકેશન પર જઈ રહી હોવાથી “સ્માર્ટ ક્લાસ” એ સમયની માંગ છે.
  • શિક્ષણની જુની વિચારધારા પદ્ધતિને બદલી નાખે છે.
  • વિઘાર્થી દરેક વિષયમાં રસપૂર્વક અભ્યાસ કરી અને પોતાના પરીણામમાં ઉત્તમ સુધારો કરી વધારેમાં વધારે ગુત્ર પ્રાપ્ત કરી શકે છે.
  • શિક્ષણ ખુબજ સરળતાથી વિષયવસ્તુને સમજાવી શકે છે.
  • દ્દશ્ય-શ્રાવ્ય અસર વિઘાર્થીઓના મગજ પર લાંબો સમય રહે છે તે ભુલી શકતા નથી.
  • વિદ્યાર્થીઓની સર્જનાત્મક શક્તિ અને સમજણ શક્તિમાં વઘારો થાય છે. છે.
  • ઓછા સમયમાં વધુ અસરકારક અને સચોટ અભ્યાસ મેળવવાની સુંદર પદ્ધતિ છે.
  • શિક્ષણની ગુણવતા અનેક ગણી વધી જાય છે.
  • વિદ્યાર્થીઓની જિજ્ઞાસાવૃત્તિ સંતોષવામાં ઉપયોગી છે.
સ્માર્ટ કલાસની અસર:
  • કોઈપણ સાંભળેલી વસ્તુ આપણને 11% યાદ રહે છે. જે અઠવાડિયા પછી 8% થઈ જાય છે અને મહિના પછી ફકત 3% જ રહે છે.
  • જોયેલી વસ્તુ 83% યાદ રહે છે.જે મહિના પછી 70% થી નીચે જાય છે.
  • દ્દશ્ય-શ્રાવ્ય પદ્ધતિથી મેળવેલ શિક્ષણ 94% યાદ રહે છે.જે મહિના પછી પણ 80% થી નીચે જતું નથી.

આજે અલહમ્દુલિલ્લાહ સોસાયટી સંચાલિત શાળાઓમાં બાર(૧૨) સ્માર્ટ કલાસ શરૂ થઈ ગયા છે.આ કાર્ય ઘી સુરત ડિસ્ટ્રીકટ મુસ્લિમ એજયુકેશન સોસાયટીનાં પ્રમુખસાહેબ, માનમંત્રીસાહેબ, હોદ્દેદારો તથા તમામ કમિટી સભ્યોનાં અથાક પ્રયત્નો થી જ શકય બન્યું છે.