Meet Our Principal’s

• મારૂ લક્ષ્ય વિધાર્થીઓ માટેના વિશિષ્ટ શૈક્ષણિક લક્ષ્યના પડકારોને પહોચી વળવા તેમજ સ્થિતિસ્થાપક,સ્વતંત્ર અને સામાજીક રીતે પારંગત નાના બાળકોનો વિકાસ કરવાનો છે
• મારી શાળા માં બાળકો ને વ્યાપક અને વ્યવહારુ શિક્ષણ પ્રાપ્ત થાય તે માટે હું પ્રયાસ કરું છું
• મારો સ્ટાફ તમામ બાળકોમાં ખૂબ જ રસ લે છે અને વ્યક્તિગત વિકાસ અને સિદ્ધિ હાસલ કરે તે માટે પ્રતિબદ્ર છે
• દરેક બાળકને આગળ વધવાની તકો પ્રાપ્ત થાય અને તે કુશળ વિધાર્થી બનીને શળામાં અભ્યાસ કરે તેવા મારી કમિટીના અને મારા પ્રયત્નો રહ્યા છે
• શાળાનું નામ રોશન થાય તેવા વિધાર્થીઓ શાળા દ્વ્રારા સમાજને મળે અને શાળા તેમજ સમાજ નું નામ આખા દેશમાં રોશન થાય તેવા પ્રયાસ કરવાની કોશિશ અમારી શાળા દ્વ્રારા થાય છે
• મારૂ લક્ષ્ય આ છે કે બાલવાડીનો દરેક બાળક સારા, આરામદાયક અને ખુશનુમા વાતાવરણ માં ભણે તેમજ દરેક પ્રવૂતિઓમા રસ ધરાવી શાળા નું નામ રોશન કરે

બાલવાડી એટ્લે ........

• B-BE POSITIVE
• A-AIM CLEAR
• L -LOYAL TO MY SCHOOL
• W - WARM HEARTED
• A - ADJUSTMENT IN EVERY SITUATION
• D - DEVELOPMENT OF MY SCHOOL / DECENT NATURE
• I -IDEAL PRINCIPAL

શિક્ષિત વ્યક્તિએ સમાજસેવા કરી સમાજનું ઋણ અદા કરવું જોઈએ. માણસની પ્રાથમિક જરૂરિયાત બાદ સૌથી અગત્યની બાબત શિક્ષણ છે. મતલબ સમાજ પરિવર્તન માટે શિક્ષણ જરૂરી છે.હવે સિક્કાની બીજી તરફ આપણે જોઈએ તો આધુનિક યુગમાં શિક્ષણ મેળવ્યા બાદ એટલે કે શાળા- કોલેજનું શિક્ષણ મેળવ્યા પછી મોટાભાગના લોકો સમાજ પ્રત્યેની તેમની જવાબદારીનું વહન કરવામાં જે ભૂમિકા નિભાવવી જોઈએ તે અદા કરતા નથી.

દરેક શિક્ષિત વ્યક્તિએ શાળા-કોલેજનું શિક્ષણ મેળવ્યા બાદ પોતે ભલે જે પણ ક્ષેત્રમાં હોય, ધંધો-રોજગાર કરતો હોય પરંતુ તેણે દિવસમાં અથવા ઓછામાં ઓછું અઠવાડિયામાં એક વખત તો સામાજિક નિસબતનું કોઈ એક કામ તો જરૂર કરવું જોઈએ. ચાહે તે શિક્ષણનું હોય, હોસ્પિટલ એટલે કે આરોગ્ય સંબંધિત હોય, કોઈને આર્થિક મદદની જરુર હોય. પોતાની ક્ષમતા મુજબ તેણે યોગદાન આપવું જોઈએ.

ધી સુરત ડિસ્ટ્રિક્ટ મુસ્લિમ એજ્યુકેશન સોસાયટી સંચાલિત એસડીએમઇએસ શાળામાં હું સુમૈયા એમ. મલેક છેલ્લા પાંચ વર્ષથી આચાર્ય તરીકે મારી કામગીરી બજાવી મારી એ કામગીરીને ધ્યાનમાં લઇ આપણી સોસાયટી સંચાલિત જનક બાબુભાઈ સોપારી વાલા ગર્લ્સ પ્રાઇમરી શાળામાં આચાર્ય તરીકેની જવાબદારી મને સોંપવામાં આવી જે બદલ હું ગર્વ અનુભવું છું છેલ્લા 17 વર્ષથી હું આ શિક્ષણ ક્ષેત્રે સાથે અંગ્રેજી માધ્યમમાં નિષ્ઠાપૂર્વક ફરજ નિભાવતી આવી છું હવે મને ગુજરાતી માધ્યમમાં ફરજ નિભાવવાનો મોકો મળ્યો છે જેથી કરીને આ માધ્યમમાં પણ મારા લક્ષ્ય સાથે આગળ વધવા માંગુ છું અમારી શાળામાં આવતી આર્થિક રીતે નબળી વિદ્યાર્થીઓની ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત થાય એ માટે એમને જરૂરી એવી સહાય કરી એમના અને સંસ્થાના વિકાસ માટે હું સતત પ્રયત્નશીલ રહીશ ઇસ્લામ ની દ્રષ્ટિએ પણ વાલીઓને જાગૃત કરવા છે કે ઇસ્લામ માટે તથા સમાજ માટે ભણેલી દીકરી જે જાગૃતતા લાવી શકે છે તે કરવા માટે એક સામાન્ય દીકરીને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે એક ભણેલી દીકરી સાત પેઢી તારે એ ઉક્તિને ધ્યાનમાં લઇ હું ભણેલી દીકરીઓ દ્વારા શાળા સંસ્થા અને સમાજનો વિકાસ કરવા હંમેશા તત્પર રહીશ.

"એક માતા સૌ શિક્ષકની ગરજ સારે અને એક ભલેણી માતા સૌ મહા વિદ્યાલયોની ગરજ સારે છે"

વિદ્યાર્થીઓનું સમગ્ર મૂલ્યાંકન થાય તેમ જ આવનારી પરીક્ષાઓ માટે વાલી અને વિદ્યાર્થી સજાગ બને તેમ જ પૂર્વ તૈયારી કરે એ હેતુથી સમ્યાન્તરે સરપ્રાઈઝ ટેસ્ટ નું આયોજન કરીશ જેથી વાલીઓ પણ અભ્યાસ અંગે જાગૃત થાય.

વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય એ માટે ફક્ત શિક્ષણ જ મહત્વનું જ નથી પ્રવૃત્તિઓ પણ એટલી જ જરૂરી છે વિદ્યાર્થીઓના રોજિંદા જીવનમાં ઉપયોગી થાય તેવી પ્રવૃત્તિઓ સાથે શિક્ષણ આપવાનું આગ્રહ રાખીશ.

હાલની સમાજની પરિસ્થિતિને જોતા એવું લાગે છે કે લોકો ગુજરાતી માધ્યમ કરતા અંગ્રેજી માધ્યમને વધારે મહત્વ આપે છે તેમજ છોકરા અને છોકરીની સરખામણીમાં છોકરાઓના ભણતરને વધારે મહત્વ આપે છે.

ઉપરોક્ત માન્યતાઓને ધ્યાનમાં લઇ તેમ જ મુસ્લિમ છોકરીઓના બળતરના વિકાસ માટે હું આચાર્ય તરીકે શાળાના સ્ટાફ તથા સંસ્થાના હિતેશ જુઓ સાથે સમાજમાં બદલાવ લાવવા માટેના પ્રયત્નો કરી. હું મારા આ લક્ષ્યમાં સફળ થાઓ તથા શાળા અને સંસ્થાને પ્રગતિના પંથે લઈ જવા માટે હું આપ સૌના સાથ સહકારની અપેક્ષા રાખું છું.

મારૂ સ્વપ્ન :- શિક્ષણ સ્લંગન પ્રત્યેક વ્યક્તિનાં સનિષ્ઠ પ્રયત્નો ધ્વારા ઉચ્ચ શિક્ષણમાં ઉત્કૃષ્ટતા પ્રાપ્ત કરવી , અને મારી સંસ્થા શિક્ષણ ક્ષેત્રે ઉચ્ચકોટીનું નામ ધારણ કરે તેવા પથ પર લઈ જવું.

મારી સાધના :- અમારી સંસ્થામાં આવતા નબળા વર્ગના, ખરાબ આર્થિક સ્થિતિ ધરાવતા બાળકોને ઉચ્ચ શિક્ષણ આપી સર્વાંગી વિકાસ સાધવો અને સાથે સાથે અમારી સંસ્થાનો સર્વાંગી વિકાસ કરવો.

વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય એ માટે ફક્ત શિક્ષણ જ મહત્વનું જ નથી પ્રવૃત્તિઓ પણ એટલી જ જરૂરી છે વિદ્યાર્થીઓના રોજિંદા જીવનમાં ઉપયોગી થાય તેવી પ્રવૃત્તિઓ સાથે શિક્ષણ આપવાનું આગ્રહ રાખીશ.

મારો ઉદ્દેશ :- સમાજ માટે એવા યુવાઓનું નિર્માણ કરવું કે તેઓ તન-મનથી તંદુરત અને સમાજ ઉપયોગી હોય , પ્રતિભાશાળી હોય, ઉત્સાહી અને વિશ્વસનીય હોય, અખૂત આત્મવિશ્વાસ સાથે સજ્જતાપૂર્વક સચોટ રજૂઆત કરી શકતા હોય તેમજ નવીન પરિસ્થિતિમાં પ્રાયોગશીલ રેહવાની નવું પ્રદાન કરવાની અને સબબ નેતૃત્વ પૂરું પાડવાની ક્ષમતા ધરાવતા હોય.

શાળા માટે લક્ષ્ય :- શાળાનાં વિદ્યાર્થીઓ શિક્ષણ પ્રાપ્ત કરી પોતાનું, સોસાયટીનું, સમાજનું અને દેશનું ગૌરવ વધારે સાથે શાળા ઉત્તરોત્તર પ્રગતિ કરી રાષ્ટ્રીય કક્ષાએ અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ખ્યાતિ પ્રાપ્ત કરે.

Dear Parents, Children & Well Wishers,
As it is well said," Educating the mind without educating the heart is no education at all ". The aim of our school is to provide unmatched qualitative education. Our approach to learning is child centric which encourages Activity based Learning. We enable them to bring out their best in a progressive and competitive environment in every field be it Academics, Sports or co-curricular activities.

Outside the classroom, students also learn valuable lessons such as social skills, behavioral etiquettes, work ethics and gaining a sense of achievement through our continuously developing infrastructural facilities and other resources like innovative teaching with modern teaching aids, facilities for learners and a positive and comfortable environment with efficient faculty. We truly aim to empower each child to be a curious learner, critical thinker and forceful member of ever changing global society.

We are constantly improving our teaching methodology so that it turns learning into combination of classroom study, research and scientific discovery. We are determined to help our pupils bloom into individuals who are blessings to their home, workplace and society.

We encourage learners to take advantage of the various resources we offer here, both within the classroom and beyond. We are a community, and it is only by working together that we can achieve our goals.

Consistent support of parents is the most strengthening power which enables us to mold the future of children. I pay my gratitude to them for showing their continuous faith in us.

Congratulations to the learners of grade 10 and 12 for your wonderful success. Your persistent hard work has paved a way for a brighter future. Have a successful journey ahead.

"We believe in Education with a difference to make a difference"
I wish you all the best in your future!
Hope to have a nice journey with you all.
Your Cooperation will be highly appreciated.

• હું શ્રીમતી સમીમબેન એ પઠાણ પ્રિન્સિપાલ ફૈઝ એ. એ. ચક્કીવાલા ગર્લ્સ હાઈસ્કુલમાં છેલ્લા 5 વર્ષ 6 માસ થી કાર્યરત છું. છેલ્લા ૨૮ વર્ષ એંગ્લો ઉર્દુ હાઇસ્કુલમાં કોમર્સ શિક્ષિકા તરીકે ઉચ્ચ માધ્યમિક વિભાગમાં સેવા આપી હતી.

• હું કહેતા આનંદ અનુભવું છું કે પાંચ વર્ષથી સુ.ડિ.મુ. એજ્યુકેશન સોસાયટી દ્વારા નિત નવા કાર્યો કરવામાં આવેલ છે જે બિરદાવા લાયક છે. ફી વગરની ગ્રાન્ટેડ શાળામાં ખાનગી શાળા જેવી સગવડ પૂરી પાડી વિદ્યાર્થીનીના સર્વાંગી વિકાસમાં મહત્તમ ફાળો આપ્યો છે.

• અત્યાર સુધીમાં સ્માર્ટ ક્લાસ, ડિજિટલ લેબ, દરેક ફ્લોર પર શૌચાલય, પાણીના કુલર, આરો પ્લાન્ટ જેવી અનેક સુવિધા પૂરી પાડી છે અને આગળ પણ બાળકોના અભ્યાસ અર્થે મદદ કરવાની ખાતરી આપી ગર્લ્સનો ડ્રોપ આઉટનો પ્રમાણ ઘટાડવા માટે વાલી મીટીંગ નું આયોજન કરી વિદ્યાર્થીઓ અને વાલીઓને આગળના અભ્યાસ માટે પ્રમુખ સર દ્વારા, શાળાના આચાર્ય દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવે છે.

• શાળાના ૮૫ વર્ષના ઇતિહાસમાં ગયા વર્ષે 2021-22 માં એસ.એસ.સી બોર્ડ માં પ્રથમવાર A1 માં 3 વિદ્યાર્થીનીઓ આવી. જેનાથી શાળા, સોસાયટી અને વાલી નું ગૌરવ વધ્યું. આપની સંસ્થા દિન-પ્રતિદિન તરક્કી (વિકાસ) કરે એવી અમારી દિલી દુઆ છે.

• અમારી શાળામાં એસ.એસ.સી અને એચ.એસ.સી બોર્ડનું પરિણામ 100% આવે,વધુને વધુ વિદ્યાર્થીઓ એસ.એસ.સી અને એસ.એસ.સી બોર્ડમાં A 1 ગ્રેડ પ્રાપ્ત કરે અને આગળ અભ્યાસ ચાલુ રાખી પોતાની કારકિર્દી બનાવે તેવી અપેક્ષા. ભવિષ્યમાં ઊંચા હોદ્દા પર બેસે ત્યારે શાળા અને સંસ્થાને યાદ કરી પોતાનો શાળા અને સંસ્થાનો ઋણ અદા કરે તેવી આશા.

• હાલમાં અમારી શાળામાં ગર્લ્સ અંગ્રેજી માધ્યમ ધોરણ 9 ચાલે છે અને આવતા વર્ષ માટે ધોરણ 10 ની પરમીશન મળી ગઈ છે. અંગ્રેજી માધ્યમ 9 થી 12 અમારી શાળામાં શરૂ થનાર છે.

• ભવિષ્યમાં ગર્લ્સ કોલેજ,પી.ટી.સી કોલેજ બનાવે તેવી અમારી આશા છે જેથી વિદ્યાર્થીનીઓના ટોપ ડ્રોપ આઉટનું પ્રમાણ ઘટે.

"WISH YOU ALL THE BEST"