ફેશન ડિઝાઇનિંગ કોર્ષ શું છે?

પ્રથમ આપણે જાણવું જોઈએ કે દરજીઓ ફેશન ડિઝાઇનર નથી, તેમની વચ્ચે ઘણો તફાવત છે. દરજી જ્ઞાન અનુસાર કપડાં તૈયાર કરે છે, જ્યારે ડિઝાઇનર તમને અને તમારી શારીરિક શૈલી ને અનુરૂપ કપડાં તૈયાર કરે છે. સુંદર કપડાં બનાવવા માટે તમારી સર્જનાત્મકતા ને લાગુ કરવા માટેનો અભ્યાસ એટ્લે ફેશન ડિઝાઇનિંગ.

ફેશન ડિઝાઇનિંગ નાં લાભો:

1. ફેશન ડિઝાઇનર ઘરે કે બૂટિકથી પોતાના સમય અને કાર્યમાં સુગમતા લાવી શકે છે.
2. ફેશન ડિઝાઇનર પોતાની બહેતર કારકિર્દી બનાવી શકે છે.
3. ફેશન માત્ર એક લીટી નથી, ફેશન ડિઝાઇનિંગ કોર્ષમાં વિશેષતા વધારી શકે છે, ક્રિએટિવિટી વધે છે.
4. ફેશન ડિઝાઇનિંગનો કોર્ષ પૂર્ણ કર્યા બાદ તમારી પોતાની બૂટિક ખોલી શકો છો.
5. ફેશન ડિઝાઇનિંગ કોર્ષમાં જ્ઞાન અને પ્રેક્ટિકલ વર્કને મહત્વ આપવામાં આવે છે, જેથી શિખનાર ની કુશળતામાં વધારો થાય છે.
6. ફેશન ઉદ્યોગમાં પ્રવેશ કરો છો ત્યારે દરેક વ્યક્તિ પર્યાપ્ત સંતોષકારક નાણાં કમાય છે, જેટલા વધુ અનુભવી બનશો તેટલી સારી કમાણી કરશો.
7. તમારી પોતાની ફેશન બ્રાન્ડ બનાવવા માં પણ મ્હત્વનો ફાળો આપે છે.
8. ટેકનિકલ કુશળતા જેવી કે સ્કેચિંગ, પેટર્ન મેકિંગ અને સિલાઈ કામ શીખી ગાર્મેંટ્સ ઉદ્યોગમાં કેરિયર બનાવી શકો છો.